Khergam (Mishan faliya school) : ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.
તા. ૧૦/૦૨/૨૦૨૪ ના શનિવારના રોજ મિશન ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એસ.એમ.સી.નાં સભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૫ સ્ટોલ પર વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી સભ્ય, ગ્રામજનો અને વાલીઓ એ હાજરી આપી બાળકો માં ઉત્સાહ વધાર્યો હતો.બાળકોમાં વ્યવહારિક લે - વેચ , નફો - ખોટની સમજ કેળવાય એ હેતુસર આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments