તારીખ ૨૬-૦૧-૨૦૨૩નાં દિને મિશન ફળિયા પ્રાથમિક શાળામાં ૭૪મો પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરવામાં આવી હતી. ગામની સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી કાજલબેન જશવંતરાય પટેલનાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામનાં આગેવાનો, એસ એમ સીના સભ્યો, વાલીઓ, આંગણવાડી સ્ટાફ, શાળાનાં શિક્ષકો અને બાળકોએ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
0 Comments