આજ રોજ તારીખ ૨૪/૦૬/૨૦૨૨ના રોજ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ગત્ વર્ષોમાં નવસારી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી. વ્યાસ સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. 

મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ અને લહેરકા પ્રાથમિક શાળા ખેરગામનો સંયુક્ત પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં   ધોરણ -૧ માં કુલ ૧૦ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.જેમા ડી.બી.પટેલ કાર્યપાલક ઇજનેર પુરવઠા બોર્ડ નવસારી, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હરિશભાઈ પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક/કુમાર શાળા ખેરગામ આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ,બી.આર.સી.ખેરગામ અમ્રતભાઈ પટેલ, સી. આર.સી. બહેજ વિજયભાઈ પટેલ, વોર્ડના સભ્યશ્રી જિજ્ઞેશભાઈ પટેલ, માજી સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને એસ.એમ.સી.ના સભ્યો હાજર રહ્યા હતા.

     શ્રી મેહુલકુમાર જી. વ્યાસ સાહેબશ્રીએ પ્રેરક પ્રવચન કર્યું કરી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

  આ શાળા ને સ્વ.પ્રમોદભાઈની સ્મૃતિમાં તેમના ધર્મપત્ની દમયંતીબેન દ્વારા ૫૦૦૦/- રુપિયાનું દાન કરવામાં આવ્યું હતું.તેમજ આ જ શાળાનાં નિવૃત્ત શિક્ષક શ્રી સુમનભાઈ પટેલ દ્વારા રુપિયા ૧૦૦૦/-નુ દાન કરવામાં આવ્યું હતું.












YouTube channel: ડૉ.એમ.જી. વ્યાસ સાહેબશ્રીનુ સ્વાગત 
ગુજરાત ગાર્ડિયન